SMA અભિયાન

ગુજરાત ની દરેક બહેનો માટે

ભારતમાં દર વર્ષે લગભગ 4,000 બાળકો SMA સાથે જન્મે છે.

SMA એક દુર્લભ, આનુવંશિક ચેતાસ્નાયુ રોગ છે અને શિશુ અને નાના બાળકોના મૃત્યુદરનું એક મુખ્ય આનુવંશિક કારણ છે.

 

સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) એ એક આનુવંશિક ચેતાસ્નાયુ વિકાર છે જે કરોડરજ્જુમાં મોટર ચેતાકોષોના નુકસાનને કારણે પ્રગતિશીલ સ્નાયુઓની નબળાઇ અને એટ્રોફી (કદમાં ઘટાડો અથવા શરીરના ભાગ અથવા પેશીઓનો નાશ) દ્વારા વર્ગીકૃત થયેલ છે.

 

બાળકો શરીરના કેન્દ્રની સૌથી નજીકના સ્નાયુઓ, જેમ કે ખભા, જાંઘ અને પેલ્વિસમાં સ્નાયુઓની નબળાઈનો અનુભવ કરી શકે છે. આ સ્નાયુઓ ક્રોલ કરવા, ચાલવા, બેસવા અને માથાની ગતિવિધિને નિયંત્રિત કરવા જેવી પ્રવૃત્તિઓને સક્ષમ બનાવે છે. શ્વાસ લેવાની અને ગળી જવાની તેમની ક્ષમતા પર પણ અસર થઈ શકે છે.

 

દરેક બાળકમાં લક્ષણો અલગ અલગ રીતે અનુભવી શકાય છે, અને રોગની શરૂઆતની ઉંમર અને કાર્ય કરવાની ક્ષમતાના આધારે તેને પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે. દરેક પ્રકારમાં તીવ્રતાની શ્રેણી પણ હોય છે, અને 25% જેટલા વ્યક્તિઓમાં ચોક્કસ પ્રકાર ન પણ હોય.

 

આ રોગ નો એક ડોઝ આપવાની કિંમત ૨૦ કરોડ છે જે આપણા જેવા મિડલ ક્લાસ લોકો પાસે હોવા અશક્ય છે અને ટાઈમ લિમિટ માં લોકો પાસે થી ભેગા કરવા પણ લોઢા ના ચણા ચાવવા સમાન છે.

 

આપણે ધૈર્ય ને તો બચાવી લીધો પણ વિવાન ને ના બચાવી શક્યા કારણ કે આપડે ફંડ ભેગું ના કરી શક્યા.

 

પણ હવે આપણા ગુજરાત માં આવું નઈ થવા દઈએ એટલે જ રાઇડરવિંગ્સ ફાઉન્ડેશન હવે દરેક ગુજરાતી ની પડખે ઊભું છે જે કોઈ પણ બાળક ને આ બીમારી હશે તો કઈ પણ નઈ થવા દે.

ચાલો SMA સામે લડીએ

તમારા ઘર માં જો કોઈ ગર્ભવતી મહિલા હોય તો ફ્રી માં રજિસ્ટ્રેશન કરાવી લો અને બાળક જન્મે અને SMA પીડિત હોય તો ઇન્જેક્શન નો બધો જ ખર્ચ રાઇડરવિંગ્સ ફાઉન્ડેશન કરશે.
મારી બહેનો તમે ફક્ત તમારા બાળક ના SMA માટે રજીસ્ટ્રેશન નથી કરાવતા પણ તમારા બાળક નું ભવિષ્ય ના બગડે તેનું પણ જોડે જોડે રજિસ્ટ્રેશન કરાવો છો.પહેલગામ જેવો હુમલો અને પ્લેન ક્રેશ જેવી દુર્ઘટના જેમાં ઘણા બાળકો એ તેમના પપ્પા કે મમ્મી પપ્પા ગુમાવ્યા છે તેથી જ રાઇડરવિંગ્સ ફાઉન્ડેશન SMA ની સાથે સાથે જો આવી કોઈ જ દુર્ઘટના માં બાળક પપ્પા કે મમ્મી પપ્પા ગુમાવે છે તો અમારું NGO આખા પરિવાર ને દત્તક લઈ ને જીવનભર મદદ કરશે.

સારવાર ખર્ચ

જો તમે એકલા હોવ તો

20 CR

જો રાઇડરવિંગ્સ સાથે છે તો

0

FAQ

Most frequent questions and answers

ના, ફક્ત જેમના અત્યારે ૧ થી ૯ માં કોઈ પણ મહિનો ચાલતો હોય તે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

હા બધો જ ખર્ચો અમારું NGO આપશે તમારે એક પણ રૂપિયો આપવાની જરૂર નથી.

સૌ પ્રથમ તમારે અમને જાણ કરવાની રહેશે તે બાદ અમે ૩ અલગ અલગ હોસ્પિટલ માં ટેસ્ટ કરાવીશું અને જો પોઝિટિવ આવે તો અમારી ફાઇનલ કરેલી હોસ્પિટલ માં ઇન્જેક્શન માટે ની ફાઇનલ તૈયારી કરીશું.

હા, તમને ગમે તે હોસ્પિટલ માં સારવાર કરવી શકો છો અમે ફક્ત એક જ વાર તમારા બાળક ની તપાસ કરીએ છીએ જનમ્યા પછી અમારા રેકોર્ડ માટે.

તમારા પરિવાર ની મહિના નો ખર્ચો, કરિયાણું, લાઈટ બિલ, બાળકો નો અભ્યાસ નો બધો જ ખર્ચો, બાળક ના લગ્ન વગેરે જે પણ,જેમ તમે તમારા બાળક ને ઉછેર કરતા તેમ જ.